સંકેત પંડ્યા – એડિટર
પંચમહાલ જીલ્લામાં વ્રૃક્ષોનું નિકંદન કાઢનાર કેટલાક માથાભારે તત્વોનો આંતક દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે બીજી તરફ તેમની આ બાજીને ઉલ્ટી પાડવા નોર્મલ રેન્જ શહેરાના RFO આર. વી.પટેલનાઓ ને પેટ્રોલિંગ દરમ્યાન મળતી માહિતીના આધારે વોચ ગોઠવી હતી. જેમાં ઇ.ચા રા.ફોરેસ્ટ સાજીવાવ એમ. જી. ડામોર તથા એચ. કે ગઢવી, બી.ગાર્ડ શહેરા કે આર. બારીઆ, શેખપુર સ્ટાફને RFO આર.વી.પટેલના માર્ગદર્શન હેઠળ બાતમીના આધારે રાત્રીના સમયે શહેરા – ગોધરા રોડ પર તથા અણીયાદ – રેણાં રોડ પર નાઈટ પેટ્રોલિંગ દરમિયાન ગાડી. નંબર GJ. 31.T 3351 તથા ગાડી નંબર GJ. 06.AU 9744 બન્ને ગાડી ઉભી રાખી તપાસ કરતા તેમાંથી ઇમારતી તથા પંચરાઉ લાકડા ભરેલ ગાડી પકડી પાડવામાં આવી હતી. રાત્રીના સમયે સ્ટાફ દ્વારા ગાડીના માલિકની સઘન પૂછપરછના ભાગરૂપે પાસ પરમીટ માંગતા તેઓની પાસે ના હોવાથી બન્ને ગાડીને શહેરા રેન્જ ફોરેસ્ટ કમ્પાઉન્ડમાં મૂકી અંદાજે 5 લાખ રૂપિયાની બજાર કિંમતનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ અર્થે સરકાર હસ્તક લય કાયેદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.