સંકેત પંડ્યા – એડિટર
પ્રધાનમંત્રી મોદીની લોકપ્રિયતા દિવસે દિવસે વધતી જાય છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ પ્રધાનમંત્રી મોદીનુ નામ ચો તરફ ગુજીં ઉઠ્યુ છે.સર્વે અનુસાર વડાપ્રધાન મોદીએ લોકપ્રિયતાના મામલે 22 દેશોના દિગ્ગજ નેતાઓને પાછળ છોડી દીધા છે. તાજેતરના સર્વેમાં પીએમ મોદીને 78 ટકાનું એપ્રુવલ રેટિંગ મળ્યું છે.
‘મોર્નિંગ કન્સલ્ટ’નું આ રેટિંગ 26 જાન્યુઆરીથી 31 જાન્યુઆરીની વચ્ચેનું છે. આ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી બીજા ક્રમે મેક્સિકોના રાષ્ટ્રપતિ લોપેઝ ઓબ્રેડોર છે. તેમની એપ્રુવલ રેટિંગ 68 ટકા છે. આ પછી ત્રીજા નંબરે ઓસ્ટ્રેલિયાના પીએમ અલ્બાનીઝ છે, જેમની રેટિંગ 58% છે. ચોથા નંબર પર ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલાની છે. મેલાનીનું રેટિંગ 52 ટકા છે.
બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વા 50 ટકાના એપ્રુવલ રેટિંગ સાથે આ યાદીમાં 5માં નંબરે છે. આશ્ચર્યની વાત એ છે કે ‘સુપર પાવર’ યુએસ પ્રમુખ જો બાઈડેન આ યાદીમાં છઠ્ઠા નંબર પર છે. તેનું રેટિંગ 40 ટકા છે. તેમના પછી કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનું નામ આવે છે. તેમનું રેટિંગ પણ 40 ટકા છે.
ભારતીય મૂળના બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક આ યાદીમાં 10મા સ્થાને છે.