Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News general news national news ટોપ ન્યૂઝ

નાણા મંત્રી નિર્મલા સીતારમને વર્ષ 2023-2024 માટેનું બજેટ રજૂ કર્યું – વાંચો હેડલાઈન

પ્રાપ્ત માહિતી પ્રમાણે  – 

દેશના નાણા મંત્રી નિર્મલા સીતારમન આજે વર્ષ 2023-2024 માટેનું બજેટ રજૂ કરી રહ્યા છે. નિર્મલા સીતારમનનું આ પાંચમું બજેટ છે. આગામી વર્ષે 2024માં યોજાનારી લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારનું આ છેલ્લું પૂર્ણ બજેટ છે. છેલ્લા બે વર્ષની જેમ આ વર્ષે પણ કેન્દ્રીય બજેટ પેપરલેસ છે.
• ભારતમાં વ્યક્તિદીઠ આવકમાં સતત વૃદ્ધિ થઇ અને વર્ષ 2014થી અત્યાર સુધીમાં બમણા કરતા વધારે વધી ગઇ છે
હાલ ભારતની માથાદીઠ આવક વાર્ષિક 1.97 લાખ રૂપિયા થઇ.
ભારતીય અર્થતંત્ર વૈશ્વિક અર્થવ્યવસ્થામાં 10માંથી 5માં ક્રમે પહોંચી ગઇ છે
47.8 કરોડ જનધન ખાતા ખુલ્યા છે
11.4 કરોડ ખેડૂતોને 2.2 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે
વર્ષ 2022માં 1.24 લાખ કરોડ રૂપિયના UPI ટ્રાન્ઝેક્સન થયા છે
• વૈશ્વિક પડકારોના આ સમયમાં ભારતનું G20 પ્રમુખપદ આપણને વિશ્વની આર્થિક વ્યવસ્થામાં ભારતની ભૂમિકાને
મજબૂત કરવાની અનોખી તક આપે છે: નાણાપ્રધાન નિર્મલા સીતારમણ
• કોવિડ રોગચાળા દરમિયાન અમે સુનિશ્ચિત કર્યું કે 28 મહિના માટે 80 કરોડથી વધુ લોકોને મફત અનાજ સપ્લાય કરવાની યોજના સાથે કોઈ પણ વ્યક્તિ ભૂખ્યા ન સૂવે: FM
નિર્મલા સીતારમણ
• વિશ્વએ ભારતને એક તેજસ્વી સિતારા તરીકે ઓળખાવ્યું છે. વર્તમાન વર્ષ માટે આપણો વિકાસ 7.0% અંદાજવામાં આવ્યો છે. રોગચાળા અને યુદ્ધના કારણે મોટા પાયે વૈશ્વિક
મંદી હોવા છતાં આ તમામ મુખ્ય અર્થતંત્રોમાં સૌથી વધુ છે: નિર્મલા સીતારમન
• આ અમૃત કાળનું પહેલું બજેટઃ નિર્મલા સિતારમન
• કૃષિ ક્ષેત્ર માટે ગ્રીન બજેટ કૃષિ ક્ષેત્ર માટે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરાશે એગ્રીકલ્ચર એક્સિલેટર ફંડ (કૃષિ વર્ધક નીતિ)ની ઘોષણા – આ ફંડ મારફતે એગ્રી સ્ટાર્ટઅપ્સ
માટે પ્રોત્સાહન આપવામાં આવશે. ખેડૂતો દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાના ઇનોવેટિવ સોલ્યુશન લવાશે. બાગાયતી કાર્યક્રમ – 2200 કરોડ રૂપિયાની જોગવાઇ ઇન્ફ્રાસ્ટ્રક્ચર,
ઇન્વેસ્ટમેન્ટ, ગ્રીન ગ્રોથને પ્રાથમિકતા અપાશે ભારતને મિલ્ટ્સનું ગ્લોબલ હબ બનાવવાનો નિર્ધાર છે
કૃષિ ક્ષેત્ર માટે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરાશે
એગ્રીકલ્ચર એક્સિલેટર ફંડ (કૃષિ વર્ધક નીતિ)ની ઘોષણા – આ ફંડ મારફતે એગ્રી સ્ટાર્ટઅપ્સ માટે પ્રોત્સાહન આપવામાં
આવશે. ખેડૂતો દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાના ઇનોવેટિવ સોલ્યુશન લવાશે.
બાગાયતી કાર્યક્રમ – 2200 કરોડ રૂપિયાની જોગવાઇ, આત્મનિર્ભ ક્લિન પ્રોગ્રામ લોન્ચ કરાશે
ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્વેસ્ટમેન્ટ, ગ્રીન ગ્રોથને પ્રાથમિકતા અપાશે
ભારતને મિલ્ટ્સનું ગ્લોબલ હબ બનાવવાનો નિર્ધાર છે
કોટનની માટે પીપીપી પ્રોગ્રામ હેઠલ પ્લાન તૈયાર કરાશે
કૃષિ ધિરાણ માટેનો ધિરાણ લક્ષ્ય વધારીને 20 લાખ કરોડ રૂપિયા કરાયો
કૃષિ ક્ષેત્ર માટે સંગ્રહ ક્ષમતા વધારવામાં આવશે.
63000 પ્રાયમરી એગ્રી ક્રેડિટ સોસાયટી બનાવાશે
પીએમ મત્સ્ય સપંદા યોજના – પીએમ મત્સ્ય સંપદા યોજના શરૂ કરાશે, બજેટમાં 6,000 કરોડની જોગવાઇ કરાઇ.
• ભારતીય અર્થવ્યવસ્થા સાચા માર્ગે
“ભારતીય અર્થતંત્ર સાચા માર્ગ પર છે, ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યું છે. જનભાગીદારીના પરિણામે સુધારાઓ અને સારી નીતિઓ પરના અમારું ધ્યાન મુશ્કેલ સમયમાં અમને
મદદરૂપ થયું છે, અમારી વધતી જતી વૈશ્વિક પ્રોફાઇલ ઘણી સિદ્ધિઓનું પરિણામ છે” – નાણા પ્રધાન નિર્મલા સીતારમન
• છેલ્લા 9 વર્ષથી વિશ્વની 10મીથી 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છેઃ એફએમ
2014 થી સરકારના પ્રયાસોએ તમામ નાગરિકો માટે જીવનની સારી ગુણવત્તા સુનિશ્ચિત કરી છે. માથાદીઠ આવક બમણીથી વધુ વધીને રૂ. 1.97 લાખ થઈ છે. છેલ્લા 9 વર્ષોમાં ભારતીય અર્થતંત્ર
કદમાં વધીને વિશ્વમાં 10મા સ્થાનેથી 5મા ક્રમે છે. વિશ્વએ પણ ભારતને એક તેજસ્વી સ્ટાર તરીકે ઓળખાવ્યું છે. ચાલુ વર્ષ માટે આપણો વિકાસ 7.0% અંદાજવામાં આવ્યો છે. રોગચાળા અને
યુદ્ધના કારણે મોટા પાયે વૈશ્વિક મંદી હોવા છતાં આ તમામ મુખ્ય અર્થતંત્રોમાં સૌથી વધુ છે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું.
• પશુપાલન, ડેરી અને માછીમારી પર ધ્યાન કેન્દ્રિત કરીને કૃષિ ધિરાણનો લક્ષ્યાંક વધારીને રૂ. 20 લાખ કરોડ કરવામાં આવશેઃ FM સીતારમન
• દેશમાં 157 નવી નર્સિંગ કોલેજો સ્થપાશે
Share

Related posts

મહીસાગર મુક્તિધામ ટ્રસ્ટ સંચાલિત દેગામડા પાસે આવેલ નદી કાંઠે નિર્માણ થઈ રહેલા સ્મશાન ગૃહ માટે સતત મળી રહેલો દાનનો ધોધ

gujaratjanekta

સરાહનીય પોલીસ સેવાઓ માટે DGP’s Commendation Disc-2020 મેડલ ની જાહેરાત પંચમહાલ જિલ્લા માંથી ચાર પોલીસ કર્મચારીઓ ની પસંદગી

gujaratjanekta

હવામાન ખાતાની આગાહી / ગુજરાતના કયાં વિસ્તારોમાં વરસશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી મોટી આગાહી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial