સંકેત પંડ્યા – એડિટર
સંતાન પ્રાપ્તિ માટેની વિધી માટે આવતી પરણિત સાથે પંચમહાલના હાલોલના સાધુએ દુષ્કર્મ આચર્યુ છે. સાધુએ મહિલાને સંતાન પ્રાપ્તિ માટે અગાઉ 2થી 3 વખત વિધિ માટે બોલાવાઈ હતી જે બાદ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે.
સમગ્ર મામલે હાલોલ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે પીડિત મહિલાને તબીબી પરીક્ષણ માટે વડોદરા ખાતે ખસેડવામાં આવી છે. પોલીસે દુષ્કર્મ આચરનાર સાધુને ઝડપવા માટે તપાસ હાથ ધરી છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે રામ ટેકરી ડુંગરી ઢાબા પાસેના એક સાધુએ એક પરણિત મહિલા પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. જે બાબતે અમે તપાસ કરી રહ્યાં છીએ. ભોગ બાનનારની મેડિકલ તપાસણી ચાલી રહી છે. ભોગ બનનારને બાળક નહોતા થઈ રહ્યાં અને લગ્નગાળાનો સમય 10 વર્ષ જેવા થયેલા હોય જેના માટે દવાખાને અને બાધાઓ કરી રહી હતી. સંતાન પાપ્તીની બાધાએ આવેલી પરણિત મહિલા પર સાધુએ બળાત્કાર આચર્યું છે.