સાહિલ શેખ – પત્રકાર
સંતરામપુર કોલેજ રોડ વિસ્તારમાં ગાંધી હોન્ડા શોરૂમ આવેલો છે. જેમાં અલગ અલગ પ્રકારની એકટીવા, મોટર સાયકલ આશરે 200 ઉપરાંત બળીને ખાખ થઈ ગઈ છે તથા સ્પેરપાર્ટ નો મુકેલો દરેક પ્રકારનો માલ બળીને ખાખ થઈ ગયો હતો. આગ લાગતા જ આજુબાજુના રહીશો દોડી આવેલા હતા.
બે થી ત્રણ કલાક સુધી આગ સતત ચાલુ રહી નગરપાલિકામાં જાણ કરવા છતાં પણ ફાયર ફાઈટર સમયસર ઉપસ્થિત ના રહેવાને કારણે નજીકની હોસ્પિટલો માંથી પાઇપ અને ફુવારા દ્વારા પાણીનો મારો ચલાવ્યો હતો. તેમ છતાં આગ કાબુમાં ના આવતા આજુબાજુના રહીશોએ ખાનગી પાણીના ટેન્કરો લાવીને આગ બુજાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના સ્થળે પોલીસ પહોંચી પણ ફાયર ફાઈટર વાન નગરપાલિકાની આવી નહી. નગરપાલિકાની ઘોર બેદરકારી હોવાથી ગ્રામજનોમં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ફાયર ફાઈટર હોવા છતાંય પાલિકામાંથી ફાયર ફાઈટર સમયસર ના આવતા શોરૂમના માલિકને લાખો રુપિયા ઉપરાંતનું નુકસાન થવા પામેલું છે.