Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

દાહોદ જિલ્લાના સાંસદ ખેલ સ્પર્ધાના આયોજન બાબતે સાંસદ જસવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ

દાહોદ જિલ્લાના સાંસદ ખેલ સ્પર્ધાના આયોજન બાબતે સાંસદ જસવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ

જિલ્લા સેવા સદન, દાહોદ ખાતે સાંસદ ખેલ સ્પર્ધાના આયોજન માટે સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી. આ સ્પર્ધાનું જિલ્લાની ૬ સહિત સંતરામપુર વિધાનસભા બેઠક ખાતે આયોજન કરાયું છે. સાંસદ ખેલ સ્પર્ધા આગામી તા. ૨૧, ૨૨ અને ૨૩ જાન્યુઆરીના રોજ યોજાશે. સ્પર્ધામાં વધુમાં વધુ ખેલાડીઓ ભાગ લે એ માટે સાંસદએ જણાવ્યું હતું.
આ રમતો દાહોદનાં એકલવ્ય સ્કુલ ખરેડી, ગરબાડાના પાંડુરંગ ઉત્તર બુનીયાદી શાળા, અભલોડ, ફતેપુરાના આઇ.કે. દેસાઇ હાઇસ્કુલ, દેવગઢ બારીયા રમત ગમત સંકુલ, જીએલ હાઇસ્કુલ સીંગવડ, એસઆરપી ગ્રુપ મેદાન પાવડી, ઝાલોદ, એસપી હાઇસ્કુલ સંતરામપુર ખાતે યોજાશે. જેમાં ત્રણ દિવસમાં વિવિધ રમતો જેવી કે એથ્લેટિક્સ, કબડ્ડી, ખો-ખો, વોલીબોલ, ક્રિકેટ ભાઇઓ, રસ્સા ખેંચની રમતો યોજાશે.
આ રમતોમાં વિજેતા ખેલાડીઓ ત્યાર બાદ જિલ્લા કક્ષાની રમતોમાં ભાગ લેશે. જિલ્લા કક્ષાની રમતો દેવગઢ બારીયાના રમત ગમત સંકુલ ખાતે તા. ૨૪ અને તા. ૨૫ જાન્યુઆરીએ યોજાશે. જેમાં કબડ્ડી, ખો-ખો, વોલીબોલ, રસ્સાખેંચ, આર્ચરી, ક્રિકેટ, હોકી, સ્વિમિંગ, જુડો, કરાટે, કુસ્તી સહિતની રમતોનો સમાવેશ કરાયો છે. આ રમતોમાં ૧૬ વર્ષથી ઉપરના ખેલાડી ભાઇ બહેનો ભાગ લઇ શકશે. વિધાનસભા કક્ષાની તેમજ જિલ્લા કક્ષાની રમતોના વિજેતા ખેલાડીઓને ટ્રોફી તેમજ પ્રમાણપત્ર આપવામાં આવશે.
બેઠકમાં કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, લીમખેડા પ્રાંત અધિકારી રાજ સુથાર, એઅસપી જગદીશ બાંગરવા સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
Share

Related posts

ગુજરાત આગામી 5 વર્ષમાં 1 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનશે, ભુપેન્દ્ર પટેલ સરકારનો મેગા પ્લાન

gujaratjanekta

સંતરામપુર નગરપાલિકા દ્વારા 20 લાખના ખર્ચે 4 નવા સર્કલની કામગીરીનો આરંભ…

gujaratjanekta

સુરતમાં કાર્યકરો ઉમેદવારો માટે પડકાર, 2017ની ચૂંટણીમાં સુરતમાં 13 લાખ મતદારો મતદાન કરવા માટે ફરક્યા નહોતા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial