દાહોદ શહેરના કેટલાય વિસ્તારોમા છેલ્લા 15 દિવસથી પાણીની સમશ્યા સર્જાય રહી છે ત્યારે પાલીકા દ્વવારા દાહોદના માર્ગોના ડિવાઇડર પર પાણીનો છટકાવ કરી ધોવાની કામગીરી કરાતા અનેકો સવાલો ઉઠ્યા
દાહોદ શહેરમાં એક એક સપ્તાહ સહિત ૧૫ – ૧૫ દિવસ સુધી લોકોને પીવાનું પાણી ન આપી શકતી દાહોદ નગરપાલિકા દ્વારા દાહોદ શહેરમાં સ્ટેશન રોડ પરના જાહેર રસ્તાઓની બાજુમાં આવેલ ડિવાઇડર ઉપર પાણી છંટકાવ કરી સાફ સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે ત્યાંથી પસાર થના નગરજનોમાં અનેક સવાલો ઉઠવા પામ્યાં છે. દાહોદ શહેરમાં અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાંક દિવસોથી પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યાં છે. લોકો પોતાના પૈસે પાણીના ટેન્કરો મંગાવી પાણીની પુરતી કરી રહ્યાં છે ત્યારે દાહોદ નગરપાલિકા દ્વારા આજરોજ શહેરના જાહેર માર્ગાે પર પાણીના ટેન્કરો મારફતે જાહેર રસ્તાઓ ઉપર પાણીનો છંટકાવ કરી સાફ સફાઈની કામગીરી કરતાં લોકોમાં ભારે આક્રોશ સાથે અનેક સવાલોએ જન્મ લીધો હતો.