સંકેત પંડ્યા – એડિટર
શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાના પ્રોફેસર અરુણસિંહ સોલંકીના ત્રીજા પુસ્તક સેક્રેટરીયલ પ્રેકટીસ કે જે રેફરન્સ બુક તરીકે ઉપયોગમાં લઈ શકાય એવા પુસ્તકનું ગુજરાત સરકારના સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ વિભાગના માનનીય રાજ્યકક્ષાના મંત્રી શ્રી પ્રફુલ પાનસેરીયા ના હસ્તે વિમોચન કરાયું હતું.
આ પ્રસંગે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના ઇસી મેમ્બર અને પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી કુલદીપસિંહજી સોલંકી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ટૂંક સમયમાં જ પ્રો. સોલંકી ના ચોથા પુસ્તક નું પણ વિમોચન થનાર છે.