Gujarat Jan Ekta
તાજા સમાચાર
સ્પોર્ટસ

અદાણી ગલ્ફ જાયન્સે ILT20 માટે ઈંગ્લેન્ડના જેમ્સ વિન્સેને કેપ્ટન જાહેર કર્યો

અદાણી સ્પોર્ટ્સલાઈનની માલિકીવાળી ગલ્ફ જાયન્ટ્સે ILT20 ની પ્રારંભિક સિઝનની તૈયારીઓને મજબૂત બનાવતા ઈંગ્લેન્ડના જેમ્સ વિન્સેને ટીમનો કેપ્ટન જાહેર કર્યો છે.

જેમ્સ વિન્સેએ ટી-20માં 300થી વધુ મેચ રમી છે. જેમાં તેનો સ્ટ્રાઇક રેટ 130થી વધુનો રહ્યો છે. વિન્સે 2019માં પ્રથમવાર વન-ડે વર્લ્ડ કપ જીતનાર ટીમનો ભાગ હતો. તે બીગ બેશ લીગ, પાકિસ્તાન સુપર લીગ, ન્યુઝીલેન્ડની સુપર સ્મૈશ અને દક્ષિણ આફ્રિકાની મઝાન્સી સુપર લીગમાં રમી ચૂક્યો છે. આ તમામમાં તેણે ઘણા રન કર્યા છે.
શાનદાર સ્ટ્રોક મેકર વિન્સે મેચમાં ગમે તે ક્ષણથી આક્રમક અંદાજમાં બેટિંગ કરી રન ગતિ વધારવાની ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત બેટર તરીકે સતત સારું પ્રદર્શન કરતા તેણે પોતાના સ્તરમાં વધારો કર્યો છે. આ સાથે જરૂર પડ્યે તે મિડિયમ પેસરની ભૂમિકા પણ ભજવી શકે છે. તેણે ટી-20માં 9000થી વધુ રન કર્યા છે. જેમાં 4 સદી અને 51 અડધી સદી સામેલ છે.
ગલ્ફ જાયન્ટ્સ લાઈન અપમાં વિન્સે શિમરોન હેટમાયર, ક્રિસ જોર્ડન, ડેવિડ વિસે તથા ટોમ બેન્ટન સાથે જોડાશે. જે હરીફ ટીમના બોલર્સમાં ભયનો માહોલ બનાવી શકે છે.
આ પ્રસંગે વાત કરતા વિન્સેએ કહ્યું કે,”ILT20 માં અદાણી ગલ્ફ જાયન્ટ્સના કેપ્ટન બનવું એ ગર્વની વાત હોવા સાથે એક મહત્ત્વપૂર્ણ જવાબદારી પણ છે. મને આનંદ છે કે ટીમ મેનેજમેન્ટ અને કોચ એન્ડી ફ્લાવરે મારી પર વિશ્વાસ દાખવ્યો છે. આશા છે આ વિશ્વાસ બદલ હું ઘણા રન કરીશ. કેપ્ટન તરીકે મને ધ હન્ડ્રેડ તથા વેટાલિટી બ્લાસ્ટમાં હેમ્પશાયર માટે ભાગ્યનો સાથ મળ્યો છે અને હું સફળ પણ રહ્યો છું. આશા છે એ લય ILT20 માં પણ જાળવી શકીશ.”
હેડ કોચ એન્ડી ફ્લાવરે કહ્યું કે, “હું ઘણા સમયથી વિન્સેને જાણું છું અને ગલ્ફ જાયન્ટ્સ માટે ILT20માં તેની સાથે કામ કરવા ઉત્સુક છું. તે એક શાનદાર ટોપ ઓર્ડર ખેલાડી હોવાની સાથે શ્રેષ્ઠ ફિલ્ડર પણ છે. આ સાથે મે અત્યારસુધી જોયેલા ટેકટિકલ કેપ્ટનમાંથી શ્રેષ્ઠ છે. તેની પાસે વિશ્વના ઘણા દેશમાં ટી-20 રમવાની સાથે ટ્રોફી જીતવાનો અનુભવ છે. નવા વર્ષે તે અમારી માટે શાનદાર પ્રદર્શન કરશે તેમાં કોઈ શંકા નથી.”
ILT20 ની પ્રારંભિક સિઝનમાં 34 મેચ અબુધાભી, શારજાહ અને દુબઇમાં રમાશે. 13 જાન્યુઆરીથી દુબઈ માં શરૂ થનારી ટૂર્નામેન્ટમાં કુલ 6 ટીમ ભાગ લઈ રહી છે. અદાણી ગલ્ફ જાયન્ટ્સ 15 જાન્યુઆરીએ પોતાની પ્રારંભિક મેચમાં અબુધાભી નાઈટ રાઇડર્સ સામે ટકરાશે.
ગલ્ફ જાયન્ટ્સ સ્કવોડ: જેમ્સ વિન્સે (કેપ્ટન), શિમરોન હેટમાયર, ક્રિસ જોર્ડન, ક્રિસ લિન, ટોમ બેન્ટન, ડોમિનિક ડરેક્સ, ડેવિડ વિસે, લિયામ ડાવસન, જેમી ઓવર્ટન, કૈશ અહમદ, રિચાર્ડ ગ્લિસન, ઓલી પોપ, રેહાન અહમદ, સીપી રિઝવાન, અયાન અફઝલ ખાન, સંચિત શર્મા અને અશવંત વલથપ્પા.
Share

Related posts

બિગ બ્રેકિંગ: ગુજરાતની સ્કૂલોમાં ધોરણ 6થી 12માં શ્રીમદ્ ભગવદ્ ગીતા ભણાવાશે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત નિર્ણય

Admin

દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ સૂર્યકુમાર યાદવ પ્લેયર ઓફ ધ સીરિઝ; રિલી રૂસોને મળ્યો પ્લેયર ઓફ ધ મેચ

gujaratjanekta

ગુજરાતની વ્હીલચેર ક્રિકેટ ટીમના કેપ્ટન ભીમા ખૂંટી વેસ્ટ ઝોનની કેપ્ટન શીપ કરશે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial