સંકેત પંડ્યા – એડિટર
પોરબંદરનું ગૌરવ વ્હીલચેર ક્રિકેટર ભીમા ખુંટી હવે વેસ્ટ ઝોનની કેપ્ટનશીપ કરશે. પોરબંદરનું ગૌરવ અને ગુજરાત વ્હીલચેક ક્રિકેટ ટીમના કેપ્ટન ભીમા ખુંટીએ અનેક રેકોર્ડ પોતાના નામે કરી પોરબંદરના નામને ચાર ચાંદ લગાડ્યા છે. આજથી ઇન્દોરમાં વેસ્ટ, ઇસ્ટ, નોર્થ અને સેન્ટ્રલ ઝોન વચ્ચે ક્રિકેટ જંગ શરૂ.
પોરબંદર વ્હીલચેર ક્રિકેટના હીરો ભીમાભાઇ ખુંટીએ જણાવ્યું હતું કે ઝોનલ ટૂર્નામેન્ટ એટલે ત્રણ ચાર રાજ્ય મળી ને એક ટિમ બનતી હોય છે. અને ઝોનલ ટીમનુ સિલેક્શન ખેલાડીઓના પરફોર્મન્સ ને ધ્યાનમા રાખીને નેશનલ સિલેક્શન કમીટી કરતી હોય છે. વેસ્ટ ઝોનની ટિમ મુંબઈ મહારાષ્ટ્ર અને ગુજરાત એમ ત્રણ રાજ્યોની ટિમો માથી એક ટિમ બનતી હોય છે.
ગુજરાત માટે ગૌરવની વાત એ છે કે આપણી ગુજરાતની વ્હીલચેર ક્રિકેટ ટીમના કેપ્ટન અને ભારતની વ્હીલચેર ક્રિકેટ ટીમના ખેલાડી ભીમા ખૂંટી વેસ્ટ ઝોનની ટીમની કેપ્ટનશીપ પણ સંભાળશે તે આપણા ગુજરાત માટે ગૌરવની વાત છે. ભીમા ખૂંટી એ હાલ માજ ભીમા ખૂંટી એ માત્ર ૫૪ બોલમા સદી ફટકારીને એક નવો કિર્તિમાન સ્થાપિત કર્યો છે.
દેશ વિદેશમા પોતાના કાન્ડાનુ કૌવત બતાવીને ગુજરાત તથા ભારતનુ નામ રોશન કર્યું છે. તો આજથી શરૂ થઈ રહેલી ઝોનલ ટૂર્નામેન્ટ માટે ભીમા ખૂંટી તેમજ વેસ્ટ ઝોનની ટીમને શુભેચ્છાની વર્ષા વરશી રહી છે.