સંકેત પંડ્યા – એડિટર
અરવલ્લી જીલ્લામાં યમરાજાએ જાણે પડાવ નાખ્યો હોય તેમ ત્રણ જુદા-જુદા અકસ્માતમાં ત્રણ યુવકોના મોત નિપજ્યા હતા મોડાસા તાલુકાના ઉમેદપુર ગામના બાબુભાઇ પટેલ નામના ખેડૂતને ખેતરમાં ખેતી કામ દરમિયાન કોબ્રા સાપ કરડતા શરીરમાં ઝેરી પ્રસરી જતા અમદાવાદ સારવાર દરમિયાન મોત નિપજતા સમગ્ર પંથકમાં ભારે શોકની લાગણી છવાઈ હતી ભિલોડાના જીંજોડી ગામની સીમમાં બેકાબુ સ્કોર્પિઓએ રોંગ સાઈડ ધસી એક્ટીવાને અડફેટે લેતા ચોરીમાલા ગામના આશાસ્પદ યુવકનું ઘટનાસ્થળે પ્રાણ પંખેરું ઉડી જતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતા અકસ્માતે મોતના ગુન્હા નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોડાસા-શામળાજી હાઇવે પર ગાજણ ગામ નજીક શામળાજી તરફથી પુરપાટ ઝડપે પસાર થતી કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ખેડા જીલ્લાના છીપડી ગામના કાર ચાલક યુવક રાહુલ દિનેશભાઇ ઝાલાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અન્ય એક અકસ્માતમાં શામળાજી નજીક કાર ટ્રક પાછળ ઘુસી જતા કારના આગળના ભાગના ફુરચે ફુરચા નીકળી જતા કાર ચાલકનું દબાઈ જતા મોત નિપજતા અકસ્માતના સ્થળે દોડી આવેલા લોકોએ ભારે જહેમત બાદ કાર ચાલકને બહાર કાઢતા ઘટનાસ્થળે પહોંચેલ પોલીસે મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ભિલોડા તાલુકાના ચોરીમાલ ગામનો તુષાર નવજીભાઈ નિનામા એક્ટિવા લઇ કામકાજ અર્થે બહાર ગયા પછી ઘરે રાત્રીના સુમારે પરત ફરતા સમયે જીંજોડી ગામ નજીક પસાર થતા સમયે રોંગ સાઈડ બેફામ ગતિએ સ્કોર્પિઓના ચાલકે હંકારી એક્ટીવાને ધડાકાભેર ટક્કર મારતા તુષાર ભાઈના શરીરે ગંભીર ઈજાઓ થતા મોતને ભેટતા પરિવારજનો દોડી આવી આક્રંદ કરતા શોકગની છવાઈ હતી ભિલોડા પોલીસે અજાણ્યા સ્કોર્પિઓ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.