Gujarat Jan Ekta
તાજા સમાચાર
સ્પોર્ટસ

દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ સૂર્યકુમાર યાદવ પ્લેયર ઓફ ધ સીરિઝ; રિલી રૂસોને મળ્યો પ્લેયર ઓફ ધ મેચ

 સંકેત પંડ્યા – એડિટર

રિલી રૂસોએ કરિયરની પ્રથમ સદી ફટકાર્યા બાદ બોલરોના પ્રદર્શનની મદદથી દક્ષિણ આફ્રિકાએ ત્રીજી અને અંતિમ ટી-20 મેચમાં ભારતને 49 રને હરાવ્યું હતું. જોકે, શ્રેણી 2-1થી ગુમાવી દીધી હતી. રિલી રૂસોએ 48 બોલમાં આઠ સિક્સર અને સાત ફોરની મદદથી અણનમ 100 રન બનાવ્યા હતા. આ સિવાય ડી કોક (68) સાથે બીજી વિકેટ માટે 90 અને ટ્રિસ્ટન સ્ટબ્સ (23) સાથે ત્રીજી વિકેટ માટે 87 રનની ભાગીદારી કરી હતી જેને કારણે દક્ષિણ આફ્રિકાએ ત્રણ વિકેટે 227 રનનો પડકાર ઉભો કર્યો હતો. ડેવિડ મિલ્લરે અંતમાં માત્ર 5 બોલમાં અણનમ 19 રન બનાવ્યા હતા.

ભારતીય ટીમ તેના જવાબમાં 18.3 ઓવરમાં 178 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. ભારત તરફથી દિનેશ કાર્તિકે સૌથી વધુ 46 રન બનાવ્યા હતા, આ સિવાય દીપક ચહર (31), રિષભ પંત (27) અને ઉમેશ યાદવ (અણનમ 20) રનના આંકડા પર પહોચ્યા હતા. દક્ષિણ આફ્રિકાના રીલિ રૂસોને શાનદાર પ્રદર્શન બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

સૂર્યકુમાર યાદવ બન્યો મેન ઓફ ધ સીરિઝ

ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 3 મેચમાં 115 રન બનાવનારા સૂર્યકુમાર યાદવ દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ પણ ફોર્મમાં જોવા મળ્યો હતો, તેને ત્રણ મેચમા 119 રન બનાવ્યા હતા. આ દરમિયાન સૂર્યકુમારની એવરેજ 59.50ની રહી હતી. આ સીરિઝમાં સૂર્યકુમારે 9 સિક્સર અને 10 ફોર ફટકારી હતી. સૂર્યકુમાર સીરિઝમાં સૌથી વધુ બાઉન્ડ્રી ફટકારનાર બેટ્સમેન બન્યો હતો. પ્રથમ મેચમાં સૂર્યકુમારે 33 બોલમાં 50 રન બનાવ્યા હતા. બીજી મેચમાં સૂર્યકુમાર માત્ર 18 બોલમાં અડધી સદી ફટકારી હતી, તેને આ મેચમાં 22 બોલમાં 61 રન બનાવ્યા હતા.

ત્રીજી મેચમાં સૂર્યકુમારનું બેટ ચાલ્યુ નહતુ અને તે માત્ર 6 બોલમાં 8 રન બનાવીને આઉટ થઇ ગયો હતો.

સૂર્યકુમાર યાદવે મેચ પૂર્ણ થયા પછી કહ્યુ, વાસ્તવમાં હું આ આંકડાને જોતો નથી પરંતુ મને લાગે છે કે આ રમતની માંગ હતી. મારા મિત્ર આ વસ્તુ (આંકડા અને નંબર) વોટ્સએપ પર મોકલે છે, હું તેને ફોલો નથી કરતો. વિચારવાની પ્રક્રિયા તે જ હતી, હું માત્ર આનંદ લેવા માંગતો હતો. મારે એક પગલુ પાછળ હટવુ પડ્યુ અને આ સાથે ભાગીદારી બનાવવી પડી. આજે કામ ના આવ્યુ. ડીકેને કેટલીક રમતના સમયની જરૂર હતી અને મને લાગે છે કે તેને જે રીતની બેટિંગ કરી, મારો નંબર 4 મુશ્કેલમાં છે. મે તેના વિશે વધુ વિચાર્યુ નથી પરંતુ હું આગળ જોઇ રહ્યો છું.

Share

Related posts

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો દબદબો : જેરેમી લાલરિનુંગાએ ૧૯ વર્ષની ઉંમરમાં વેટલિફ્ટિંગમાં જીત્યો ગોલ્ડ

gujaratjanekta

પૂર્વ પસંદગીકારે જણાવ્યુ, આ બોલરે T20 વર્લ્ડકપમાં બુમરાહનું રિપ્લેસમેન્ટ હોવુ જોઇએ

gujaratjanekta

પુત્રના સ્વાસ્થ્ય માટે માતાની દોડ: પાટણના બ્રાહ્મણવાડામાં 39 ડિગ્રી તાપમાન વચ્ચે માતાઓની દોડ યોજાઇ, હોળીના દિવસે દોડ લગાવવાની અનોખી પરંપરા

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial