પાટણએક કલાક પહેલા
દોડમાં પ્રથમ આવનાર જનેતાના પુત્રનું આજીવન શરીર નિરોગી રહે તેવી પરંપરા
પાટણ જિલ્લાના બ્રાહ્મણવાડા ગામે દર વર્ષની પરંપરા મુજબ પ્રથમ પુત્ર હોય તેવી જનેતાનોની અનોખી દોડ ગુરુવારે બપોરે હોળીના દિવસે યોજાઈ હતી. પ્રથમ આવનાર મહિલાનો પુત્ર આજીવન તેદુરસ્ત અને મજબૂત બને તેવી માન્યતા છે. ત્યારે ગુરુવારે ખરા બપોરે 39 ડિગ્રી તાપમાન વચ્ચે જનેતાઓએ પોતાના પુત્રની તંદુરસ્તી માટે ગામમાં ગોગ મહારાજના મંદિરથી ગામના કુળદેવી વેરાઈ માતાનું મંદિર સુધી દોઢ કિલોમીટર ખુલ્લા પગે દોડ લગાવી હતી.
દોડ પૂર્વે ગોગા મહારાજના મંદિર ખાતે મહિલાઓ ગોગા મહારાજ દર્શન કરી આર્શીવાદ લે છે. ત્યારબાદ પૂજારી દ્વારા આ મહિલાઓના હાથ બાધી શ્રીફળ, સાંકળ અને ત્રિશુલ આપવામાં આવે છે. ત્યારબાદ માતાઓની દોડ શરૂ થાય છે. જેમાં માતા દોડતા દોડતા થાકી જાય છે તો કયાંક પડી જાય છે. તેમ છતાંય હિંમત હાર્યા વગર વેરાઈ માતાજીના મંદિરે પહોંચી પુત્રના સારા સ્વાસ્થ માટે માતાજીના આર્શીવાદ મેળવે છે.
ગામના વસવાટ સમયથી આ પરંપરામાં માતાઓ ઓની સાથે સ્નેહીજનો અને પરિવારની અન્ય મહિલાઓપણ દોડ જોડાય છે. જેમાં પ્રથમ આવનાર જનેતાનો પુત્ર આજીવન તદુરસ્ત રહેતો હોય તેવી માન્યતાઓ છે.આ અનોખી દોડ જોવા ગામે ગામથી લોકો આવીને આ દોડનો આનંદ લે છે.
છેલ્લા 700 વર્ષથી આ પરંપરાગત ચાલી આવે છે. પરંપરા આજે પણ ગામમાં હર્ષોલ્લાસ સાથે ઊજવાય છે. કેમ કે, વડીલોની આ પરંપરા સાથે સંતાનના સારા સ્વસ્થ માટે આ પરંપરા જાળવી રાખી છે. બ્રાહ્મણવાડા ગામના દિલીપભાઈ ચોધારી જણાવ્યું હતુ કે, વર્ષોથી પરંપરા છે. જે માતાને પ્રથમ પુત્ર હોય તે માતા પોતાના બાળક સ્વસ્થ અને નિરોગી રહે તે માટે દોડ લગાવે છે. પ્રથમ અવરનાર મહિલા રવીનાબેન જીગ્નેશ ભાઈ ચોધારીએ જણાવ્યું હતું કે, મારા પુત્ર આજીવન સ્વસ્થ અને નિરોગી રહે તે માટે દોડ લગાવી હતી.
અન્ય સમાચારો પણ છે…