Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ જાણવા જેવુ ટોપ ન્યૂઝ ધંધાકીય જાહેરાત ધર્મ દર્શન / રાશિફળ સરકારી નોકરી/યોજનાઓ સ્પોર્ટસ

બેદરકારી: વડોદરામાં સ્કૂલેથી છૂટેલા વિદ્યાર્થીઓને વાનચાલકે રસ્તામાં જ રંગોથી ધૂળેટી રમવા દીધી, બાળકોને કંઇ થયું તો જવાબાદાર કોણ, વાલી કે વાનચાલક?

વડોદરા21 મિનિટ પહેલા

કારેલીબાગ વિસ્તારમાં આવેલા મેદાનમાં વિદ્યાર્થીઓ ધુળેટી રમ્યા હતા

ધુળેટી રમતા વિદ્યાર્થીઓ ઉર્મી સ્કૂલ અને અંબે વિદ્યાલયના હતા

માતા-પિતા પોતાના સંતાનોને શાળાએ ભણવા માટે મોકલતા હોય છે. શાળાએથી બાળકો ઘરે પરત ફરવામાં થોડું પણ મોડું કરે તો તેમની ચિંતા વધી જતી હોય છે અને તેઓ સુરક્ષિત તો હશે ને? તેવા વિચારો તેમને આવવા લાગે છે. ત્યારે હોળી-ધુળેટીના આ પર્વે આજે બપોરે વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં અમિતનગર સર્કલ પાસે ક્રાફ્ટ બજાર અને બુક ફેર ભરાયો છે તે મેદાનમાં ત્રણ જેટલા સ્કૂલવાન ચાલકોએ વાન ઉભી રાખી હતી અને વિદ્યાર્થીઓને હાની પહોંચી શકે તેવા રંગોથી ધૂળેટી રમવા દીધી હતી. આ વિદ્યાર્થીઓ ઉર્મી સ્કૂલ અને અંબે વિદ્યાલયના હતા.

વાનચાલકોએ રંગ ખરીદીને વિદ્યાર્થીઓને આપ્યાઅંબે વિદ્યાલયના પ્રિન્સિપલ પરેશભાઇ શાહે આ સમગ્ર મામલે જણાવ્યું હતું કે, શાળામાં જ્યા સુધી વિદ્યાર્થીઓ હતા ત્યાં સુધી અમે કોઇપણ વિદ્યાર્થીઓને રંગથી ધૂળેટી રમવા દીધી નથી. પણ સ્કૂલથી દૂર વાનચાલકોએ કલર ખરીદીને વિદ્યાર્થીઓને આપ્યા છે અને ધૂળેટીની ઉજવણી કરી છે. જે ખરેખર વાલીની સંમતિ વિના યોગ્ય નથી.

વાનચાલક ફોટોગ્રાફી કરી મજા માણતો રહ્યોસ્કૂલવાન ચાલકે વિદ્યાર્થીઓને તેમના ઘરેથી લઇને સ્કૂલે અને ત્યાંથી પરત સુરક્ષિત તેમના ઘરે પહોંચાડવાના હોય છે. પરંતુ તહેવારોના ઉત્સાહમાં અતિરેક થઇ જાય તો જવાબદાર કોણ એ પણ તેણે વિચારવું રહ્યું. આજે કારેલીબાગ અમિતનગર પાસેના મેદાનમાં વિદ્યાર્થીઓ જ્યારે હાની થઇ શકે તેવા રંગોથી ધુળેટી રમી રહ્યા હતા ત્યારે વાનચાલક આ વિદ્યાર્થીઓની ફોટોગ્રાફી કરી રહ્યો હતો. વાન ચાલકે બધાને રંગો ઉછાળવાનું કહી રીતસરની ફોટોગ્રાફી કરી હતી.

ધુળેટી રમતા વિદ્યાર્થીઓ ઉર્મી સ્કૂલ અને અંબે વિદ્યાલયના હતા

ધુળેટી રમતા વિદ્યાર્થીઓ ઉર્મી સ્કૂલ અને અંબે વિદ્યાલયના હતા

ઉજવણી કરનારા વિદ્યાર્થીઓ અંબે અને ઉર્મિ સ્કૂલનાવિદ્યાર્થીઓ શાળાએથી છૂટી સ્કૂલ બહાર નિકળે પછી શાળાની કોઇ જવાબદારી રહેતી નથી. પરંતુ, બધી જવાબદારી વાનચાલક પર આવી જતી હોય છે, ત્યારે રંગોથી ધુળેટી રમી રહેલા આ વિદ્યાર્થીઓ ઉર્મિ સ્કૂલ અને હરણી રોડ પર આવેલ અંબે વિદ્યાલયના હતા.

આ ત્રણ વાનચાલકો હતામેદાનમાં વિદ્યાર્થીઓને રંગોથી રમવા દેવા માટે ત્રણ સ્કૂલવાન ઉભી રખવામાં આવી હતી. જેના નંબર આ પ્રમાણે છે. GJ-06-EQ-3619, GJ-06-DG-3639, GJ-06-BL 243* (આ વાનના ચાલકે નંબર પ્લેટનો છેલ્લો આંકડો પોલીસના કેમેરાથી છુપાવવા આગળ કાળી પટ્ટી બંધી હતી).

વાન ચાલકે બધાને રંગો ઉછાળવાનું કહી રીતસરની ફોટોગ્રાફી કરી હતી

વાન ચાલકે બધાને રંગો ઉછાળવાનું કહી રીતસરની ફોટોગ્રાફી કરી હતી

વાનમાં ઘેટા-બકારની જેમ છોકરા ભર્યાએક વાનમાં તો ઘેટા-બકરાની જેમ વિદ્યાર્થીને ઠાંસી-ઠાંસીને ભરવામાં આવ્યા હતા. એક તરફ કોરોનાકાળમાં માતા-પિતા પોતોના સંતાનોને કોરોના સંક્રમણથી બચાવવા માટે ઘરે ઓનલાઇન અભ્યાસ કરાવતા હતો અને શાળાઓના ઓફલાઇન ક્લાસ શરૂ રહે દે માટે ભેગા થઇને વિરોધપ્રદર્શનો કરતા હતા. ત્યારે હવે શું આવી વાનમાં બાળકોને સંક્રમણનો ભય નથી?

વિદ્યાર્થીઓએ કહ્યું એટલે ઉભો રહ્યોવાનચાલકે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના કહેવાથી તેણે વાન મેદાન ઉભી રાખી હતી અને તેમને ધૂળેટી રમવા દીધી છે. પરંતુ મોટો સવાલ એ છે કે વિદ્યાર્થીઓ તો નાદાન છે તેમને રંગોની હાનિકારકતા વિશે ખબર નથી હોતી. ક્યો વિદ્યાર્થી ક્યાથી રંગ લઇને આવ્યો છે? કોણે રંગ આપ્યા છે? તેના માતા-પિતાએ જ રંગ આપ્યા છે કે, કોઇથી છુપાવીને રંગ લાવ્યો છે ? આ વિશે પણ વાનચાલકો જાણતા હોતા નથી છતાં તેમને આવી રીતે રંગે રમવા દીધા.

મેદાનમાં વિદ્યાર્થીઓને રંગોથી રમવા દેવા માટે ત્રણ સ્કૂલવાન ઉભી રખવામાં આવી હતી

મેદાનમાં વિદ્યાર્થીઓને રંગોથી રમવા દેવા માટે ત્રણ સ્કૂલવાન ઉભી રખવામાં આવી હતી

માતા-પિતા પણ એટલા જ જવાબદારધૂળેટી રમી રહેલા ઘણા વિદ્યાર્થીઓએ સ્કૂલ ડ્રેસ કાઢી નાખ્યો હતો અને બીજા કપડા પહેરી લીધા હતા. જો વિદ્યાર્થીઓ ઘરે જ આવી રીતે બીજા કપડા પોતાની બેગમાં લઇ આવે અને વાલી અજાણ હોય તેવું લગભગ બની ન શકે. વાલીઓએ પણ વિચારવું જોઇએ કે તેમના સંતાનો સ્કૂલમાં તો સ્કૂલડ્રેસ પહેરીને જઇ રહ્યા છે અને પાછા વળતા તેઓ કપડાં ક્યાં બદલશે? કપડા બદલતી વખતે તેમની પ્રાઇવસીનું શું?

શું માતા પિતા નહીં પુછે કે ધુળેટી ક્યાં રમ્યા?કદાચ વિદ્યાર્થીઓ માતા-પિતાથી છુપાવીને રંગ લઇ આવ્યા હોય પરંતુ જ્યારે તેઓ પરત ઘરે ફરે ત્યારે તેમના માતા-પિતા સંતાનોને નહીં પુછે કે તમે ધૂળેટી ક્યાં રમ્યા? કોની સાથે રમ્યા? રંગ ક્યાંથી લાવ્યા? આ રંગ હાનિકારક તો નથી ને? આમ વાલીઓની જવાબદારી પણ એટલી જ બને છે.

હાનિકારક રંગોથી આંખ, ત્વચાને નુકસાન થઇ શકેઉલ્લેખનીય છે કે ધૂળેટીમાં હાનીકારક રંગોથી બાળકો સહિત મોટા લોકાને પણ જો રંગ આંખમાં પડે તો આંખમાં નુકસાન થઇ શકે છે. સાથે જ હાનીકારક રંગોથી ત્વચા (ચામડી)ને પણ નુકસાન થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે…

Share

Related posts

યૂક્રેન પર હુમલાનો વીડિયો ડોક્યુમેન્ટરી તરીકે બતાવશે રશિયા, પુતિનનો આદેશ

Admin

મહેસાણા: વ્યાજખોરોના ત્રાસથી યુવકની આત્મહત્યાના કેસમાં બેદરકારી દાખવા બદલ ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટર સસ્પેન્ડ

Admin

આચાર સંહિતા બાદ પણ ભાજપની સામગ્રી વેચાતી હોવાનો આક્ષેપ, કથિરિયાની ફરીયાદ

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial