આણંદ2 કલાક પહેલા
કૉપી લિંક14થી 16 માર્ચ દરમિયાન બુક ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું
આણંદના ચાંગા ખાતે આવેલી ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા ચાલુ વર્ષે નોલેજ રિસોર્સ સેન્ટરના નેજા હેઠળ ઇન્દુકાકા ઇપ્કોવાળા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIIM)માં 14થી 16 માર્ચ દરમિયાન બુક એક્ઝિબિશન/ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું.
બુક એક્ઝિબિશન/ફેરનું ઉદ્ઘાટન ચારુસેટ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો. આર. વી. ઉપાધ્યાયના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઇન્દુકાકા ઇપ્કોવાળા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટના પ્રિન્સિપાલ ડો. ભાસ્કર પંડ્યા, વિવિધ કોલેજોના પ્રિન્સિપાલો, ડીન, ફેકલ્ટી સભ્યો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વનું છે કે, આ બુક ફેરમાં એન્જીનિયરીંગ, કોમ્પ્યુટર એપ્લીકેશન્સ, ફાર્મસી, મેનેજમેન્ટ, એપ્લાઈડ સાયન્સીસ, નર્સિંગ, ફિઝિયોથેરાપી, પેરામેડિકલ કોર્સિસ, રિસર્ચ સંબંધિત પુસ્તકો, ક્વોલિટી એજયુકેશન, હ્યુમનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સીસ, નોવેલ એન્ડ ફિકશન સહિત વિવિધ પ્રકારના વિષયોના પુસ્તકો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. બુક ફેર દરમિયાન ઓથર ટોકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
ઓથર ટોક અંતર્ગત ઈક્વેશન્સ એડવાઈઝર્સ પ્રાઈવેટ લિમિટેડના કો-ફાઉન્ડર ડો. મીતા દિક્ષિતનું Contemporary Issues in Family Business with a Focus on 5Gs of Family Business વિશે વ્યાખ્યાન યોજાયું હતું. જેમાં ઇન્દુકાકા ઇપ્કોવાળા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટનાં BBA તેમજ MBA પ્રોગ્રામના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. ડો. મીતા દિક્ષિત બિટ્સ પિલાનીમાંથી ‘Conflict and Splits in Indian Family Businesses’માં ડોકટરલ રિસર્ચ કરનાર પ્રથમ ભારતીય છે.
અન્ય સમાચારો પણ છે…